મારી ચૂપ્પી
તમને કંઈ કહેતા પહેલા
મારે એનું સાંભળવાનું હતું. એનું કંઈ સાંભળતા પહેલા-
મારે ચૂપ થવાનું હતું.
ચૂપ થતાં પહેલાં મારે એને સમજવાનો હતો. અને એને એક વાર સમજતા સમજતા કંઈ કેટલો સમય વીતી ગયો.
એક વાર એને સમજી લીધા પછી એના કહેવા પ્રમાણે જીવતા આયુષ્ય ઓછું પડ્યું
અને આમ પણ જીવ્યા વગર જ કહેવું હોત તો ધર્મશાસ્ત્રો ક્યાં નથી.
પણ હવે જીંદગી જીવતા જીવતા એ સમજાતોં ગયો. એ સમજાતો ગયો તેમ તેમ “હું” ચૂપ થતી ગઈ.
“હું” ચૂપ થતી ગઈ તેમ તેમ એનો અવાજ સ્પષ્ટ સંભળાતો ગયો.
એનો અવાજ સંભળાતો ગયો તેમ તેમ
એના આદેશ મૂજબ જીવવાનું શીખવા લાગી.
જેમ જેમ એના આદેશ મૂજબ જીવવા લાગી.
તેમ તેમ જીવન સુંદર થતું ગયું.
માટે આજે તમને કંઈક કહેવું છે.
એજ જે અનેક વાર કહેવાઈ ચૂક્યું છે. કે એ તમને ખૂબ પ્રેમ કરે છે. અને એ ઈચ્છે છે કે તમે એક સુંદર જીંદગી જીવો. એના નિયમો તમારી ભલાઈ માટે જ છે.
તો એનું જ કહ્યું માનો
He is great
April 10
Tuesday, April 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment