Sunday, April 4, 2010

સત્યનો સથવારો

સત્યનો સથવારો


એક છે સત્ય
સત્યનું તો ભાઈ એવું..
કે
તે એકલું એકલું ક્યારે ક્યાંય ન જાય. .

એ જ્યારે જ્યારે, જ્યાં જ્યાંજાય, ત્યાં ત્યાં વિશ્વાસ સાથે ને સાથે જ જાય.

કોઈને વિશ્વાસ દેખાય. કોઈને ન દેખાય.

પણ સત્યનો અને વિશ્વાસનો સ્વભાવ જ એવો.
કે
બન્ને એક બીજાથી વિખુટા ન પડે.
સત્ય હોય ત્યાં લોકો વિશ્વાસ કરે , કરે અને કરે જ.
એક હતું અસત્ય.
અસત્યનું તો ભાઈ એવું કે તે એકલું એકલું ક્યારેય ક્યાંય ન જાય.
એ જ્યારે જ્યાં જાય ત્યાં અવિશ્વાસ સાથે ને સાથે જ જાય.
કોઈને અવિશ્વાસ દેખાય. કોઈને ન દેખાય.
પણ અસત્યનો અને અવિશ્વાસનો સ્વભાવ જ એવો
કે
બન્ને એક બીજાથી વિખુટા ન પડે.
અસત્ય હોય ત્યાં લોકો અવિશ્વાસ કરે, કરે અને કરે જ. સત્યની આંગળી પકડનારનો આજે નહીં તો કાલે સહુ વિશ્વાસ કરે, કરે ને કરે જ .

અસત્યની આંગળી પકડનારનો સહુ આજે નહીં તો કાલે સહુ અવિશ્વાસ કરે ,કરે ને કરે જ.
ઓઘડ અસત્ય નો હાથ ખેંચી ખેંચી ને ચાલે છે અને આશા રાખે છે કે સહુ એનો વિશ્વાસ કરે

બોઘડે સત્ય ની આંગ ળી પકડી રાખી છે. અને
એને ખબર પડે, કે એ ફિકર કરે કે ન કરે.
સહુ એનો વિશ્વાસ કરે, કરે ને કરે જ .
ઓઘડને કોણ કહે કે ભાઈ સત્યની આંગળી પકડને !

તો તારી આજુ બાજુ તારો વિશ્વાસ કરનારાઓથી જ તું ઘેરાએલો રહેશે.
લો જે આગળ ઉપર કહેવાઈ ચૂક્યું હતું તે આજે ફરી મેં કહી દીઘુ

No comments: