Tuesday, December 15, 2009


રાહ શેની જોવાની?
કાલનો સૂર્ય આજ કરતા વધુ તેજસ્વી ઉગવાનો છે? આજના અસ્મિ [મારા હોવાપણા] કરતા આવતી કાલના અસ્મિ [હોવાપણા માં] ઉજ્વલતા વધુ હોવાની છે. ?રાહ શેની જોવાઈ રહી છે ?. આજે જે છે ,જે ગઈ કાલે નહોતુ એવું તો કશું દેખાતુ નથી.આજ ગઈ કાલ જેટલી.જ પ્રકાશીત છે.તો આજના જ પ્રકાશ માં જ કેમ હું મોતી પોરવી ન લઉં ? શા માટે હું ચિરંકાળ થી અભીસારિકા ની જેમ કશુંક બનવાની,કશુંક થવાની રાહ જોઉં છું.? શા માટે હું રાહ જોઉં છું કે કશુંક ચમત્કારિક ઘડે ,અને બધાનું ધ્યાન કે કોઇ એક ખાસ વ્યક્તિનું ધ્યાન મારા તરફ દોરવાય ,પ્રેમ કરવા માટે તો દુનિયા પણ નાની પડે.નિહારિકાઓ વિસ્તરતી ક્ષિતિજો ને પાર પહોંચતી પ્રેમ ચેતનાને કોઇના સ્વીકારની –કોઇ એને ઓળખે છે કે નહીં એની રાહ થોડી જોવાની હોય? વિજળી ચમકે ને એના પ્રકાશમાં મોતી પરોવી લેવાની ઉત્કંઠતા શા માટે ? રશ્મિનો સ્વામી જ્યારે સતત પ્રકાશિત થઈ જ રહ્યો હોય છે ત્યારે રાહ શેની જોવાની? અંધકાર છે ,કાળા ડિબાંગ વાદળો છે તો મોતી પોરવવાનું માંડી વાળો .થોડો આરામ ફરમાવો .થોડું chill out થાઓ.થોડું relax થાઓ. ઉતાવળ શેની છે? શાશ્વતિ કાળનાં અનંત ઉજાસ માં મોતી તો શું કિડીનાં નાકમાં નથ પહેરાવી શકાય એટલું અજવાળુ છે. કિડીને તો શું અમીબાનો રાજ્યાભિષેક કરવા એના માથા પર રાજમુગટ પહેરાવી શકાય એટલો અવધિ છે.* પણ ગઈ કાલે જે હતું તે આજે છે.આજે છે એ આવતી કાલે હશે .એટલે શુભ મંગલમ કરવામાં રાહ શેની જોવાની ?
કોઇ કંઈ કહે કે ન કહે ,કોઇ જુએ કે ન જુએ ,કોઇ ઉપયોગમાં લે કે ન લે આદિત્ય પ્રકાશ આપ્યા જ કરે છે .બનફુલની સુરભિ ફોર્યા જ કરે છે.રાહ શેની જોવાની? તારા સ્વ ના [અસ્તિનું] સત્ય અને સત્વ પ્રગટ થયા જ કરે છે.તારા અસ્તિત્વ ની અસ્મિતા ફોર્યા જ કરે છે. રાહ શેની જોવાય છે. એ ફોર્યા કરે છે.અસ્મિતા પ્રગટ થયા કરે છે એનો સ્વીકાર કરી લે. તારું સૌંદર્ય તું જોઈ ન શકે તો શાશ્વતિની આંખો માં ઝાંખીને જોઈ લે .તારી પ્રતિકૃતિ તને એ ઈશ તત્વની શાશ્વતિની આંખો માં.ચક્ષુમાં દેખાશે.

* the same yesterday, and to-day, and for ever.[Hebrew 13:8 ][The Bible]
અપરાજીતા

મા જ દિકરીનું નામ પાડે એવું કાંઈ જરૂરી નહીં
અપરજીતા નામ મારી દિકરી એ પાડ્યું છે.

એણે એના જન્મ થી મને જોઈ છે અને

મારા કરતા ક્દાચ એ મને વધુ સારી રીતે ઓળખે છે.
વળી મને ઘડનાર ને ખબર છે
કે કઈ કઈ મુશ્કેલીઓ પાર કરવાનું એ મને શીખવવાનો છે
વળી એની કરુણા ગુપચુપ આવી ને માર્ગ નાં કટકો ઉઠાવી લે છે.
એટલે પરાજીત થવાનુ બહુ શક્ય નથી.
જિંદગી ની ઘટમાળ માં પરાજિત ન થએલી મને જોઈ ને

મારી દિકરી એ મારું નામ અપરાજીતા પાડ્યું છે
પણ .

હું જાણતી નથી કે એને જાણ છે કે નહીં
કે
વિજય તો હંમેશા મારા સર્જનહાર નો જ છે
પણ મને ખબર છે
કે
મને અપારાજીતા કોણે બનાવી


Thursday, December 10, 2009

હું જ મારો કુંભાર

આમ તો આરામ થી ધરતી પર જ હતી.
માટીમાં માટી બની ને રહેવા માં ખાસ કોઈ તકલીફ નહોતી.પણ..................................

ફરી કોઈ એક વાર મેં જોયુ કે ચાકડે ચઢવાનુ થયું .
મને થયું ચાલ ત્યારે ચાકડે ચઢવાનું જ છે તો ચાલ થોડું ઘુમી જ ન લઉં ? આમ પણ ગરબે ધુમું જ છુ ને?

હવે ચાકડે ચઢવાનુ જ છે તો ચાલ જીવ, આકાર ધડવાનુ મારા હાથે જ લઈ લઉ તો?

અને મેં ધુમતા ચાકડા ને ધુમવા દીધો .
અને મેં મારી જાત ને ઘડવાનું શરુ કરી જ દીધું.
મને ગમતો આકાર આપવા માંડી.એક મને ગમતો આકાર બની ગયો.
પછી તૈયાર આકાર ને નિભાડે ચઢવાનું હતું .
ચાલ ને મેં મારી જાતને નીભાડાને હવાલે કરી દીધી.
ને નિભાડે ચઢી જ ગઈ

.

નિભાડામાથી બહાર આવી
પછી ટકોરા બંધ તપાસવાનો વારો આવ્યો .
તો મેં કીધુ કે ધરતીની માટીમાંથી ખોદાઈ હુ......................

પગે થી ગુંદાઈ હું .........................................

.ચાકડે ચઢી હું .............................................

નિભાડે નખાઈ હું ........................................

તો ટકોરાબંધ તપાસાઈશ પણ જાતે જ ..........

એક વાર જાત ને ઘડતા આવડી જાય અને

જાત ને તપાસવા નુ શીખી જઈયે

પછી બીજાનાં હાથો થકી તપાસાવવાનુ કે સ્વીકારાવવાનું શા માટે સોપવું??????

કોઈ મને પોતાના હાથો થી ફંફોસે કે તપાસે એ મને મંજુર જ નથી.

અને શા માંટે મજૂર હોય ?

મારે કેટલીવારમાં કેવા બનવાનું છે ,

કોના જેવા બનવાનું છે

એની મને ખબર છે.

પછી દેર કેવી અને અંધેર પણ કેવું ?
******************************************************


હુ જ મારી કુંભાર
મારી જાત ને જાતે જ ઘડવાનુ નક્કી કર્યુ છે.
શું બંનવું ક્યારે બનવું એ નક્કી કરી લીધા પછી
રાહ કોની જોવાની

એવું લાગે કે સંજોગો અને વાતાવરણ અનુકુળ નથી
એવું લાગે કે આજુબાજુના લોકો અને મારા ગ્રહો
કે પછી આખી દુનિયા કહે એમ જ મારે કરવું રહ્યું.
પણ ક્યાં પણ વાવો પણ આંબો તો આંબો જ ઉગે ને ?
એક વાર નક્કી કરી લઈયે તો આપ ણે આપ ણી જીંદગી

આપણી જ રહે છે
જો લોકો ની વાત બહુ મન પર ન લઈયે.

અને
એક વાર નક્કી કરી લઈએ
તો આપણે નક્કી કર્યું હોય તો તેજ બનીયે .