Tuesday, December 15, 2009

રાહ શેની જોવાની?
કાલનો સૂર્ય આજ કરતા વધુ તેજસ્વી ઉગવાનો છે? આજના અસ્મિ [મારા હોવાપણા] કરતા આવતી કાલના અસ્મિ [હોવાપણા માં] ઉજ્વલતા વધુ હોવાની છે. ?રાહ શેની જોવાઈ રહી છે ?. આજે જે છે ,જે ગઈ કાલે નહોતુ એવું તો કશું દેખાતુ નથી.આજ ગઈ કાલ જેટલી.જ પ્રકાશીત છે.તો આજના જ પ્રકાશ માં જ કેમ હું મોતી પોરવી ન લઉં ? શા માટે હું ચિરંકાળ થી અભીસારિકા ની જેમ કશુંક બનવાની,કશુંક થવાની રાહ જોઉં છું.? શા માટે હું રાહ જોઉં છું કે કશુંક ચમત્કારિક ઘડે ,અને બધાનું ધ્યાન કે કોઇ એક ખાસ વ્યક્તિનું ધ્યાન મારા તરફ દોરવાય ,પ્રેમ કરવા માટે તો દુનિયા પણ નાની પડે.નિહારિકાઓ વિસ્તરતી ક્ષિતિજો ને પાર પહોંચતી પ્રેમ ચેતનાને કોઇના સ્વીકારની –કોઇ એને ઓળખે છે કે નહીં એની રાહ થોડી જોવાની હોય? વિજળી ચમકે ને એના પ્રકાશમાં મોતી પરોવી લેવાની ઉત્કંઠતા શા માટે ? રશ્મિનો સ્વામી જ્યારે સતત પ્રકાશિત થઈ જ રહ્યો હોય છે ત્યારે રાહ શેની જોવાની? અંધકાર છે ,કાળા ડિબાંગ વાદળો છે તો મોતી પોરવવાનું માંડી વાળો .થોડો આરામ ફરમાવો .થોડું chill out થાઓ.થોડું relax થાઓ. ઉતાવળ શેની છે? શાશ્વતિ કાળનાં અનંત ઉજાસ માં મોતી તો શું કિડીનાં નાકમાં નથ પહેરાવી શકાય એટલું અજવાળુ છે. કિડીને તો શું અમીબાનો રાજ્યાભિષેક કરવા એના માથા પર રાજમુગટ પહેરાવી શકાય એટલો અવધિ છે.* પણ ગઈ કાલે જે હતું તે આજે છે.આજે છે એ આવતી કાલે હશે .એટલે શુભ મંગલમ કરવામાં રાહ શેની જોવાની ?
કોઇ કંઈ કહે કે ન કહે ,કોઇ જુએ કે ન જુએ ,કોઇ ઉપયોગમાં લે કે ન લે આદિત્ય પ્રકાશ આપ્યા જ કરે છે .બનફુલની સુરભિ ફોર્યા જ કરે છે.રાહ શેની જોવાની? તારા સ્વ ના [અસ્તિનું] સત્ય અને સત્વ પ્રગટ થયા જ કરે છે.તારા અસ્તિત્વ ની અસ્મિતા ફોર્યા જ કરે છે. રાહ શેની જોવાય છે. એ ફોર્યા કરે છે.અસ્મિતા પ્રગટ થયા કરે છે એનો સ્વીકાર કરી લે. તારું સૌંદર્ય તું જોઈ ન શકે તો શાશ્વતિની આંખો માં ઝાંખીને જોઈ લે .તારી પ્રતિકૃતિ તને એ ઈશ તત્વની શાશ્વતિની આંખો માં.ચક્ષુમાં દેખાશે.

* the same yesterday, and to-day, and for ever.[Hebrew 13:8 ][The Bible]

1 comment:

Pallika said...

Hey..This looks really nice..Keep Writing...