ગળેપડુ ભૂલ
એક હતી ભૂલ.
ભૂલનું કોઈ નામ નહીં.
ભૂલનું તો કોઈ ઠામ નહીં
ત્યાં પડી બૂમ.
”ભૂલ કોની છે? ”
”ભૂલ કોની છે? ”
મેં કહ્યું ,”ભૂલ મારી નથી”
એણે કહ્યું,” ભૂલ મારી નથી.” તેં કહ્યું ,”ભૂલ મારી નથી.”
તેણે કહ્યું,” ભૂલ મારી નથી” ઓલાએ કહ્યું,” ભૂલ મારી નથી.”
પેલાએ કહ્યું,” ભૂલ મારી નથી.”
ઓલીએ કહ્યું,” ભૂલ મારી નથી.” પેલીએ કહ્યું,” ભૂલ મારી નથી.”
ભૂલ તો ભાઈ જે હસે ,જે હસે ,જે હસે.
ફરી બૂમ પડી,”આ ભૂલ કોની છે?”
ભૂલ કોઈની નહીં.
પણ ભૂલ તો ભાઈ બહુ ચીટકુ મેં કહ્યું ,” લાવ જોઉં તો ખરી,આ ભૂલ કોની છે?” ભૂલ તો ભાઈ વેંત વધી ગઈ.
ને
ભૂલ તો મારે ગળે પડી.......
તેં જરા કૂતૂહલથી પૂછ્યું ,”આ ભૂલ કોનીછે?”
ભૂલ તો ભાઈ વેંત વધી ગઈ.
ને
ભૂલ તો ભાઈ તારે ગળે પડી. ઓલાએ પૂછ્યું,” આ ભૂલ કોની છે?” ભૂલ તો ભાઈ વેંત વધી ગઈ.
ને
ગળે પડું ભૂલ તો ભાઈ ઓલાને ગળે પડી
પેલાએ પૂછ્યું,” આ ભૂલ કોની છે?”
ભૂલ તો ભાઈ વેંત વધી ગઈ.
ને
ભૂલ તો પેલાને ગળે વળગી.
ઓલીએ, પેલીએ, સહુએ પૂછ પૂછ કર્યા કર્યું.
ભૂલ તો ભાઈ વેંત વેંત વધતીજ ગઈ. વધતીજ ગઈ.. અને
ભૂલ તો ઓલીને, પેલીને ,અને સહુને ગળે લટકી પડી
ઓઘડ હોય તે પૂછ પૂછ કરે ,” ભૂલ કોની છે?”
બોઘડ કંઈ પૂછે નહીં કે ભૂલ કોની છે?
બોઘડ ભૂલને ઓળખી લે.
અને માફીનાં ચિપિયાથી ઉંચકી લે.
માફી પાસે આવે એટલે ભૂલ વેંત વેંત નમતી જાય.
જેટલી વાર માફ ક રો એટલે ભૂલ વેંત ઘટતી જાય.
દીલ માંથી નીકળેલી માફી, અડે એટલે ભૂલ ગાયબ થઈ જાય.
ભૂલ ને પૂછો કે ,”ભૂલ કોની ?”
તો ભૂલ ગળે પડે.
ભૂલ ને માફીથી પકડો તો ભૂલ ઓગળી જાય. ઓઘડને કોણ કહે ?
કે
ભાઈ ભૂલને માત્ર માફીના ચિપિયાથીજ અડાય.
લો આ જે આગળ ઉપર કહેવાઈ ચૂક્યું હતું તે આજે ફરી મેં કહી દીઘું.
એપ્રિલ-10
Sunday, April 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment