TRUTHFUL, FUN LOVING,
CHILD LIKE, TRANSPERENT
THINKER, HONEST, SINCERE
સ્વપરિચય
મુંબઈના સુંદર આંગણ વિલેપાર્લામાં મારો જન્મ અને ઉછેર થયો છે.શાંતિનિકેતન પ્રેરિત ખારની પ્યુપિલ્સ ઑઉન્સ સ્કુલમાં મેં અભ્યાસ કર્યો છે.ચૈતન્ય સભર માએ નાનપણમાં જ ડૉક્ટર બનવાના આદર્શ આંખોમાં આંજ્યા હતા.એટલે વાડિયા હૉસ્પિટલ માંથી બાળકોના રોગોમાં મેં M.D. કર્યું અને ત્રણ હૉસ્પિટલોમાં માનદ ડૉક્ટર તરીકે કામ કર્યું.
ઈશ્વર અને એનાં સત્યોના રહસ્યો પામવાની અદમ્ય તરસને લીધે જિંદગીના એક મોડ પર spiritual healing શીખવતા Christian Science નો મેં અભ્યાસ કર્યો. અને પ્રાર્થનાથી રોગો દૂર કરતા શીખી.ગુજરાતી ભાષા પરના પ્રેમને લીધે શ્રી.સુરેશભાઈ દલાલના માર્ગદર્શન નીચે મેં M.A. કર્યું. I.I.T.માંથી સ્નાતક થએલા મારા પતિના કેમિકલ બિઝનેસમાં હાલ હું Director છું. મારો પુત્ર હરીન biotech માં Ph. D થયો છે અને પુત્રી પલ્લિકા computer માં Ph.D .કરી રહી છે. સ્વભાવે હું નટખટ,મિલનસાર,સરળ અને સંવેદનશીલ છું. પણ હું આખાબોલી છું.દરેક વિષયને ઊંડાણથી પામવાનો પ્રયત્ન કરું છું. સાહિત્ય ,સંગીત,નૃત્ય ચિત્રકળા,નિસર્ગ અને નાના બાળકો મારા જીવપ્રાણ છે.મનુષ્ય ઈશ્વરનું અદભૂત સર્જન મારા અભ્યાસ અને ચિંતન નો વિષય છે. મારા પ્રથમ પુસ્તકનું નામ વુમન નૅક્સ્ટ ડૉર છે.
બીના
,
2 comments:
Hii
I have saved these beautiful paintings created by you.. pls post some more.. the ones which we had seen that day...
I DONT REMEMBER WHAT I SHOWED U
Post a Comment