
તમારા શુન્યો.
તમે મને શુન્ય ગણી.
આમતો ગણતરીમાં હું કાચી છું.
પણ શુન્ય અને ન શુન્ય વચ્ચેનો ભેદ જાણી શકું એટલું તો મારા ગણિતજ્ઞ ગુરૂઓએ
શીખવ્યું જ છે.
અને એટલી તો મને ખબર હતી જ કે હું ધારૂં તો ય શુન્ય બની ન શકું એટલી પેરવી તો મારા સર્જનહારે રાખી જ રાખી છે.
એટલે તમને આદર આપવા પણ હું શુન્ય બની તો ન શકું.
માટે તેણે મારા જીવનનો જે અંક માંડયો છે. તેને તમે આંકેલા શુન્યની આગળ મૂકી દઉં છું.
તમારૂં ય માન રહે અને મને ઘડનારાનું ય માન રહે.
માટે જ પહેલાની જેમ તમે મૂકેલા શુન્યથી મનમાં ઓછું લાવતી નથી. તમ તમારે મારી કિંમત શુન્ય આંક્યા કરો.
જેટલા મિંડા ઉમેરવા હોય એટલા ખૂશીથી ઉમેરે જાઓ.
તમારા મિંડાથી મૂલ્ય વધ્યા કરે તેમાં મારૂં કંઈ ન મળે.