Saturday, June 5, 2010

એકલા ચોલો


એકલા ચોલો
તારી કોઈ ડાક સૂણી કો ના આવે તો એકલા ચોલો.
પ્રેમથી ગાતા ગાતા મન
ભરાઈ આવ્યું.
કંઈ કેટલો લાંબો માર્ગ મારે એકલા ચાલવાનો છે.
માર્ગ પર કાંટા હશે,
રણ હશે, વિકટ પંથ.
ચાલો કવિવર કહે છે તો એકલા ચાલીયે.
ભારે હૈયે ડગલું મૂકયું.
ઊંઘરેટા કંઠે હાક મારી
કોઈ આવો છો?
કોઈ આવો છો?
કોઈ સાથે આવોછો?
કવિવરનીજેમ મને પણ ઉત્તર ન મળ્યો.
ચાલો ચાલવાનું જ છે તો ચાલી નાખીએ.
શરૂ થઈ જાય.
ઊંઘરેટી આંખો સાથે ચાલવાનું શરૂ કર્યુ.
નિરાશા, કડવાશ, બીજાઓની ટાઢાશનો મોટો કોથળો ખભે આપોઆપ ચઢી બેઠો.
આપ વડાઈ, “જુઓ ‘હું’કેટલું મહત્વનું કામ કરું છું.” એનો મોટો ભારોભાર વજનદાર ટોપલોય માથે આપોઆપ મૂકાઈ ગયો.
હું બેવડ વળી ગઈ, લાકડીને ટેકે ટેકે – બેળે - બેળે ચાલવા માંડી . બોજો ઊંચકી ન શકાતા માંડ થોડા ડગલા ચાલી અને માર્ગને કોરે ઓટલા પર બેસી પડી.
બોજોએ ‘સ્વ’ પ્રયત્ને બાજુએ મૂક્યા.
હાશ લાવ પાણી પીઉં એમ વિચારૂં ત્યાં પરબડી માંથીપાણી આવ્યું.
હાથ, મોં ધોઈ, મેં મોં પર છાલક મારી. ધૂળ, થાક ને બોજાથી ઢળેલી આંખો થંડા પાણીના સ્પર્ષથી ખૂલી ગઈ.
પાણી પીધું.
સમાધાન થયું પાછળ નજર કરી, બસ આટલાજ કદમ હું ચાલી?
કિનારે પડેલા પથ્થરા,કંકર, કંટકો, આજુબાજુ ખંતથી ઉગાડાએલી વૃક્ષ વલ્લરીઓ, આગળના પથનો વાંકોચૂંકો પણ કંઈક કેટલાઓના ચરણથી રજોટાએલો પથ નજરે પડ્યો.
પરબડી પણ દેખાઈ. તાજુ ભરાએલું પાણી, ગ્લાસ, પરબડીની આસપાસનો છાંયો ,
હું બેઠી હતી તે ઓટલો.
એની આજુબાજુ નો છાંયો .
આ કોથળાને ટોપલાના બોજા નીચે મેં ચાલવા માંડ્યું,
ત્યાર પહેલા મારા ગજવામાં મૂકાએલો ભાખરીનો ટૂંકડો,
ખાતાએ ખૂટયો નહીં. હવે હળવે હળવે યાદ આવ્યું.
કંઈક કેટલાય લોકોએ હાક મારેલી. ત્યારે હું એ સાંભળીને સાથે કેમ ગઈ નહોતી?
ઊંઘતી હતી હું.
કંઈક કેટલાય લોકોને મેં હાક મારી હતી. એ લોકો મારી સાથે કેમ ના આવ્યા તેની ખબર મને હમણાં પડી.(બત્તી હમણાં થઈ.)
આ પથને રજોટનાર.
મારા પૂરો ગામીઓ,
આ ઓટલો બનાવનારાઓ.
આ પથને વૃક્ષ વલ્લરીથી શોભાવનારાઓ,
આ પરબડીને બાંધનારા, પાણી ભરનારા એમની હાંક સૂણીને હોકારો આપી,
એમની સાથે હું ન ગઈ, એથી નારાજ થયા વગર કયારના આગળ ચાલ્યા ગયા હતા.
ભલા એકલા ચાલવાનું કેટલું મજા ભર્યું છે. ?
હું ઝટ દઈને ઊભી થઈ.
કોથળોને ટોપલો ત્યાંના ત્યાંજ પડયા રહ્યા.
ગજવામાં કદીન ખૂટતો રોટલો માત્ર રહ્યો.
હાલો જીવ – ભાગો.
મારા સાથીઓ ખૂબ આગળ નીકળી ગયા છે. મેં લગભગ દોટ મૂકી.
હળવા ફૂલ થઈને. આખે રસ્તે ઠેર ઠેર ફૂલોજ ફૂલો હતા.
સુગંધ જ સુગંધજ, છાંયોજ છાંયો.
ચાલતા ચાલતા જ્યાં છાંયો નથી ત્યાં હું છાંયો કરતી જાઉં છું.
જ્યાં કંટકો છે તેં ઊંચકતી જાઉં છું. કંકરોને રજોટાવતી જાઉં છું.
ચાલ આવે છે સાથે?
ના?
સુવું છે હજું?
ભલે થોડું વધુ સુઈ લે પણ પછી.
એકલા ચાલો.
એકલા ચાલો.
એકલા ચાલો રે.
એકલો જ આવજે
એકલો જ આવજે
એકલો જ આવજે
તારા માર્ગના કંટકો હટાવવાના છે.
તારા માર્ગમાં ફૂલો બીછાવવાના છે.
તું ઊંઘ માંથી ઉઠે.
હાક મારે ત્યાં સુધી રોકાઈ ન શકું હું.
મને હાક મારનારની સાથે મારે થઈ જવું છે.
મારે દોટ મૂકવી જ રહી.
અહીં મૂકેલા પાણીની છાલક મારી આંખો ઉઘાડી ચાલજે . જેથી પેલો કોથળો ને ટોપલો આપોઆપ તારા માથે ને ખભે ચઢી ન બેસે,
આવજે એકલો આવજે.
હાક મારતા મારતા આવજે. દોડતોક આવશે તો હું કંઈ બહુ આગળ વઈ ગઈ નથી.
સાથેજ થઈ જઈશું.
તું દોટ મૂકી શકે એટલા પૂરતું પણ મારે આગળ જવુંજ રહ્યું.
એકલો પણ આવજે જરૂર હં?

Friday, May 14, 2010

પૃથા













પૃથા

ઉનાળાની બપોરે સૂર્યના તાપથી અળસાઈને
હું
મારી શૈયામાં આળોટતી હતી.
મારા અંગે અંગમાં રેતીના મોજાથી
મારૂ આલસ્ય આળોટયા કરે છે.
અને કદાચ
કોઈ એકવાર અંહી સમુદ્ર હતો. એની સાક્ષી રૂપે
તારી આંગળીઓની ઓકળીઓ જેવા ઓઘરાળા
મારા તન પર ફરકયા કરે છે.
પણ
ત્યાં
તું અચાનક પ્રગટ થઈ. મેઘ મલ્હાર જેવા ઘેઘુર સૂરે ગૂંજી ઉઠે છે. અને દશે દિશાઓને અજવાળતી વીજ પતાકા કડડડડડડ
કરતી ચમકી ઊઠે છે. અને વળી
સમુદ્ર પાસેથી બાકાયદા ઊઘરાવેલા કરથી ભર્યા ભર્યા મેઘ
મારા પર ત્રાટકી પડે છે
. અને કહે, ‘અરે છોડ. આ રેતાળું રણ.’
અને મારે અંગે અ‍ંગ વારીના મંત્રથી ફૂટી નીકળેલ અસંખ્ય કુપળો, તૃણો – વૃક્ષો -વનરાજીઓ થી હું લહેરાઈ ઉઠું છું. ઉન્નત બનીને
અને
અસંખ્ય ફૂલોના સંકેતથી આંજી દઉં છું આકાશની દ્રષ્ટિમાં રંગોના અંજન.
મેઘધનુષી રૂપે એ નજરાઈ ન જાય એ માટે
આટલા કારણે તો ચૈતન્યના આ કલાસ માં તેજ પ્રગટ થતું હતું. થાય છે. અને થશે.
આતો માત્ર
એના અસ્તિત્વનો અહેસાસ. મારા અસ્તિત્વમાં ઝીલું છું.
તા.ક. રણમાં વનરાઈ ફેલાઈ શકે એ
આવતી કાલની હકીકત
આજે સ્વપ્ન બનીને મારી કુખે અવતરે છે.

Thursday, April 29, 2010

શબ્દ અને કર્મની બોલી


બોલી

શબ્દો, કાન દ્વ્રારા દાખલ થઈ મગજ – મન સુધી પહોંચે છે.
માટે શબ્દ ઉપર ‘અર્થ’નો બોજો હોય છે.

કર્મ ,એ હાથ થી બોલાતી હદય ની બોલી છે.
માટેજ કર્મથી મનુષ્ય બીજાના અંતર સુધીપહોંચે છે.

એ વાત જુદી છે કે શબ્દ અને કર્મ નું ઐક્ય
મસ્તિષ્ક અને હદયને એક સાથે જ સ્પર્શે છે.

Tuesday, April 27, 2010

રીલે રેસ



બીના, ઘણીવાર ઇશ્વરનો સંદેશો લઇને આવે છે.
‘હું‘ સાભળ્યું ન સાભળ્યું કરીને, લખું ન લખું કરીને ,
નથી સાંભળતી-નથી લખતી.
સાંભળું છું તો બેધ્યાનપણે-
લખું છું તો અધકચરૂં ચીતરી મારું છું.
પછી જ્યારે ઉકેલવા બેસું છું-
તો ઉકેલાતું નથી.
ભૂલાઇ જાય છે.
‘હું’! પ્લીઝ ! . બીના જ્યારે પણ ચીઠ્ઠી લઇ આવે
ત્યારે ધ્યાનથી સાંભળજે.
કાળજીની લખી નાખજે-
સાચવીને છપાવી નાખજે.
જીંદગીની રીલે રેસમાં દંડો લઇને દોડવાની શરૂઆત કોણ જાણે કોણે કયાં કરી છે ?
ત્યાર પછી કંઇ કેટલાના હાથમાં દંડો હાથ ફેર થતો ,થતો તારા સુધી પહોચ્યો છે.
આગલી કે પાછલી raceની ફીકર તું ના કર.
બસ દંડો લઇને દોડવા માંડ.
વાચક ! પ્રિય ભાઇલા !
મારી દોડ બીનાથી તારા સુધીની છે.
આ વાંચી લો તારા માટે જે મેસેજ છે તે રાખીલે.
અને પછી સંદેશો લઇ માંડ દોડવા.
બીજા કોઇ સુધી આ સંદેશો પહોંચાડી દેજે એટલે તારી દોડ પૂરી.

Thursday, April 22, 2010

આલિંગન












આલિંગન


મારા પિતાએ આપેલા સ્નેહના દ્રવ્યને મારામાં સમાવી શકતી નથી
માટે તમને આલિંગનમાં લઈ લઉં છું.
માટે મારા હાથ સદાય ફેલાએલાજ રહે છે. બ્રુટસ છરો લઈ પાછળથી આવીને
કે
જ્યુડાસ ચુંબન લઈ સામે ચાલી ને આવીને
પ્રેમ ન કરવાનાં ફાંફાં મારે.
તેનાથી મને શું ફેર પડે?

હા એ વાત જુદી છે કે
મારા સ્પર્શ થી અકારણ અકળાતાઓને
હું સ્વરથી કે શબ્દથી કે પછી વિચારોથી જ આલિંગન આપી દઉં છું .





જીંદગી ઈતની ખૂબ સુરત હૈ


આઈએ આપકી જરૂરત હૈ.

two friends








उजाले अपनी यादों के हमारे साथ रहने दो |
न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए ||

સુધા [Miss sudhaben Udeshi--beenas frind]